જાહેરાત
હોમ / ન્યૂઝ / મધ્ય ગુજરાત / ખેડા / ડાકોરના પોલીસ કર્મીની દીકરીએ કર્યો આપઘાત, વિધર્મી યુવાન સાથેના કોલ રેકોર્ડિગમાં ચોકાવનારા ખુલાસા

ડાકોરના પોલીસ કર્મીની દીકરીએ કર્યો આપઘાત, વિધર્મી યુવાન સાથેના કોલ રેકોર્ડિગમાં ચોકાવનારા ખુલાસા

ડાકોરના પોલીસ કર્મીની દીકરીએ કર્યો આપઘાત, વિધર્મી યુવાન સાથેના કોલ રેકોર્ડિગમાં ચોકાવનારા ખુલાસા

ચાંગાના વિધર્મી યુવાને પ્રેમ સંબંધ બાંધ્યો હતો. પરંતુ યુવતીએ આ સંબંધ તોડી નાંખતા યુવાન તેને હેરાન પરેશાન કરતો હતો.

  • 1-MIN READ Kheda,Kheda,Gujarat
  • Last Updated :

ઉમંગ પટેલ, ખેડા: ડાકોરમાં વિધર્મી યુવાનના માનસિક ત્રાસથી એક યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ડાકોરના પોલીસ કર્મીની યુવાન દીકરીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આણંદના ચાંગાના વિધર્મી યુવાને પ્રેમ સંબંધ બાંધ્યો હતો. પરંતુ યુવતીએ આ સંબંધ તોડી નાંખતા યુવાન તેને હેરાન પરેશાન કરતો હતો. જેથી કંટાળીને આ યુવતીએ આપઘાત કર્યાનું સામે આવી રહ્યુ છે. પોલીસે આ મામલે ફરિયાદના આધારે વિધર્મી યુવાન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાહેરાત

કોલેજમાં ભણતી હતી છોકરી

ડાકોર પોલીસ લાઈનમાં રહેતા રણજીતસિંહ બળવતસિંહ બારૈયા મૂળ મહીસાગર જીલ્લાના કંતાર ગામના છે. તેમની પુત્રી છેલ્લા ચાર વર્ષથી નડિયાદની એક કોલેજમાં બી.એસ.સી, નર્સીંગમાં અભ્યાસ કરતી હતી. રણજીતસિંહ પરિવાર સાથે કુટુંબમાં લગ્ન પ્રસંગ હતો તેથી પોતાના વતનમાં 11 અને 12 મેના રોજ ગયા હતા. હિન્દુ યુવતીને પરીક્ષા હતી તેથી તે ઘરે જ રોકાઈ હતી. આ દરમિયાન તેને પોતાના મકાનમાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. આ બનાવની જાણ રણજીતસિંહને થતા તેઓ ડાકોર ખાતે દોડી આવ્યા હતા.

આ પણ વાંચો:  ગુજરાતનાં ખેડૂતો માટે આજની રાત છે ઘણી ખાસ

યુવતીને હેરાન કરતો હતો છોકરો

વિધર્મી યુવાન યુવતીને ફોન પર પણ હેરાન કરતો હતો. તેમની વાતચીતમાં યુવાન યુવતીને ધમકા તુ સ્કોપીયન કિંગ છોકરા સાથે વાતો કરે છે, મારી પાસે તો તારો વડતાલનો વિડીયો છે. મેં પ્લાનીંગથી આ બધુ કર્યુ છે. તુ વાતો કરતી હતી તેનું શું, કેટલા સમયથી વાતો ચાલુ છે, તું મને એ છોકરા સાથે વાત કરાય તો તને છોડી દઈશ, કોલેજ તથા બધી બાજુથી તુ જઇશ. હું કોલેજમાં આવું છુ, કાલે પેપરના દિવસે આવીશે ધ્રુમીનીને કહીશ, કિષ્ના હાથ ઉંચા કરી દેશે, તારે છોકરા જોડે શું હતું? સાહેબોને કહી દઇશ અને તને રસ્ટ્રીકેટ કરાવી દઈશ, આજે રજા પાડું છું કે નહી?

આ પણ વાંચો:  કોઠીંબાની ખેતી કરી અમરેલીનાં ખેડૂતે કરી લાખોની કમાણી

ગુજરાતનું અનોખું શિવાલય! અહીં દરિયો કરે છે શિવજીનો જલાભિષેક
ગુજરાતનું અનોખું શિવાલય! અહીં દરિયો કરે છે શિવજીનો જલાભિષેક

‘તને બરબાદ કરીને છોડીશ’

તને બરબાદ કરીને છોડીશ, મારો ફોન એક રીંગમાં ઉઠાવી લેજે, રાજદિપને મેં મેસેજ કરેલ છે. તારા પપ્પાને પણ કરીશ, તું ડેટા ઓન ના કરતી, મારા દેખતા મરીજા, તેવી ધાક ધમકીઓ આપી માનસિક ત્રાસ આપતો હોવાનુ સામે આવ્યું.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
  • First Published :
જાહેરાત
જાહેરાત